Video: વંથલીમાં નવા બનેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો વિરોધ, સ્થાનિકોએ આ માંગ મૂકી મામલતદારને પાઠવ્યું આવેદન

વંથલીથી લગભગ બે કિલોમીટર દૂર દીલાવરનગર પાસે સાડા ચાર કરોડના ખર્ચે નવું સામુહિક આરોગ્

વંથલીથી લગભગ બે કિલોમીટર દૂર દીલાવરનગર પાસે સાડા ચાર કરોડના ખર્ચે નવું સામુહિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામ્યું છે, જેને લઈ ગ્રામજનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ગામથી દૂર હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડશે અને સામાન્ય વર્ગના લોકોને પરિવહનનો વધારાનો ખર્ચ પણ ઉઠાવવો પડશે તેવી ફરિયાદ છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા મામલતદારને રજૂઆત કરી છે. 

 દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડશે

જૂનાગઢના વંથલીમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રને અન્ય જગ્યા પર ખસેડવાના નિર્ણય સામે સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો છે. વંથલીથી લગભગ બે કિલોમીટર દૂર દીલાવરનગર પાસે સાડા ચાર કરોડના ખર્ચે નવું સામુહિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામ્યું છે, જેને લઈ ગ્રામજનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ગામથી દૂર હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડશે અને સામાન્ય વર્ગના લોકોને પરિવહનનો વધારાનો ખર્ચ પણ ઉઠાવવો પડશે તેવી ફરિયાદ છે.

જાહેરાત

 આરોગ્ય કેન્દ્ર હાલના સ્થળે જ રાખવાની માંગ 

હાલ વંથલી શહેરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. ગ્રામજનો અને આગેવાનો દ્વારા આરોગ્ય કેન્દ્ર હાલના સ્થળે જ રાખવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત