મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં નવનિયુક્ત પાલિકા સદસ્યોનું ભવ્ય સન્માન

ઐતિહાસિક નગરી પાટણમાં સામાજિક અને રાજકીય સમન્વયનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જગન્નાથ મંદિર ટ્રસ્

ઐતિહાસિક નગરી પાટણમાં સામાજિક અને રાજકીય સમન્વયનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જગન્નાથ મંદિર ટ્રસ્ટ, સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને પાટણ કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા પાટણ નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલ સહિત તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તમામ સદસ્યોને એક મંચ પર સન્માનિત કરી એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પિયુષભાઈ આચાર્યએ ‘સનાતન સંસ્કૃતિના પ્રતીકો’ પુસ્તક અને ખેશ અર્પણ કરી સૌનું અભિવાદન કર્યું હતું.

આ સમાચાર શેર કરો