મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ગટરની સફાઈ દરમિયાન મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ

વડોદરા શહેરમાંથી હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં સફાઈકામ દરમિયાન ગટરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્ય

વડોદરા શહેરમાંથી હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં સફાઈકામ દરમિયાન ગટરમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. મોટેભાગે આપણે સમાજમાં પુત્ર કપુત્ર થવાના દાખલા જોતા હોઈએ છીએ પંરતુ બરોડામાંથી આ કહેવતને ખોટી પાડી જાણે માવતર કમાવતર બન્યા હોવાનો દાખલો સામે આવ્યો છે.

આ પણ વાંચો : આણંદમાં એકલી રહેતી વૃદ્ધાને બંધક બનાવી લૂંટ મચાવનાર આરોપીની ધરપકડ

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તાર પાસે ગટરની લાઈન સાફ કરતી વખતે ગટરનું ચેમ્બર ખોલતા એક નવજાત બાળક મૃત્યુ હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકો દ્વારા તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ નવજાત બાળક અહી કેવી રીતે આવ્યું તેને લઇને અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો