મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધરોઈ ડેમમાં પાણીની નવી આવક, ૧૫૨૮ ક્યુસેક આવક સાથે જળસ્તર ૬૦૫ ફૂટે પહોંચ્યું!

ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે મહેસાણા સ્થિત ધરોઈ ડેમમાં પાણીની નવ

તસવીર: gstv

ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે મહેસાણા સ્થિત ધરોઈ ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ ગઈ છે, જેમાં સવારે 10 વાગ્યા સુધીમાં ૧૫૨૮ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ નવી પાણીની આવકને પગલે ધરોઈ ડેમની વર્તમાન જળસપાટી ૬૦૫.૪૧ ફૂટે પહોંચી છે, જ્યારે ડેમમાં હાલ પાણીનો કુલ સ્ટોરેજ ૪૬.૪૫ ટકા જેટલો થયો છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ ડેમમાંથી કોઈપણ કેનાલ કે આઉટલેટ દ્વારા પાણી છોડવામાં આવ્યું નથી અને આઉટફ્લો શૂન્ય ક્યુસેક છે. છેલ્લા કેટલાક સમયથી ડેમ વિસ્તારમાં વરસાદ બંધ રહ્યો છે, પરંતુ આ મોસમનો કુલ વરસાદ ૧૫૦ મિલીમીટર નોંધાઈ ચૂક્યો છે. ડેમમાં પાણીની સતત આવક થતાં આસપાસના વિસ્તારો માટે પાણીની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો