VIDEO: "ધરોઈ ડેમ હોવા છતાં 10 દિવસે આવી રહ્યું છે પાણી, રોગચાળો ફાટે તો જવાબદાર કોણ"
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વર

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણીનો આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાલી નગરપાલિકાની ચૂંટણી તરફ આ વખતે સૌનું ધ્યાન ખેંચાયુ છે. ભાજપ શાસિત નગરપાલિકા લોકોની સુખાકારીની તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો પણ આ વખતે વડાલીમાં પ્રચાર માટે જતાં ઉમેદવારોને ભગાડી રહ્યા છે. પાંચ વર્ષ દરમિયાન કોઈપણ કામ ન કરેલા ઉમેદવારો તો કેટલાક વિસ્તારોમાં જવાનું પણ ટાળી રહ્યા છે, ત્યારે મતદારો પોતાની સમસ્યાનો ઉકેલ લાવે તેવા ઉમેદવારોને આ વખતે પસંદ કરશે. જાણીએ શું છે વડાલીના મતદારોનો મિજાજ.



