મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: UPI પર નવો ટેક્સ: ‘વેપારીઓ ગ્રાહકોના ખિસ્સામાંથી જ પૈસા વસૂલશે!’, હરીશ રાવતનો કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર!

દિલ્હીમાં UPI ટ્રાન્ઝેક્શન પર લ

તસવીર: gstv

દિલ્હીમાં UPI ટ્રાન્ઝેક્શન પર લાદવામાં આવનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જિસને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવતે આ મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી આખરે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર જ વધારાનો બોજ પડશે.

સરકારની નીતિમાં વિરોધાભાસ

હરીશ રાવતે સરકારની બેવડી નીતિ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, એક તરફ સરકાર લોકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા અને કેશલેસ થવા માટે પ્રોત્સાહિત કરે છે, જ્યારે બીજી તરફ જે પ્લેટફોર્મનો લોકો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે તેના પર વેપારીઓ પાસે ટેક્સ અને ચાર્જ વસૂલવાનું શરૂ કરી રહી છે. આ પ્રકારનું વલણ સંપૂર્ણપણે વિરોધાભાસી છે.

ગ્રાહકો પર સીધો આર્થિક ફટકો

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે સરકાર ભલે આ ચાર્જ વેપારીઓ પર લાદી રહી હોય, પરંતુ વેપારીઓ આ ખર્ચ પોતાના ખિસ્સામાંથી ભોગવવાના નથી. તેઓ આખરે વસ્તુઓની કિંમતો વધારીને કે અન્ય રીતે આ પૈસા સામાન્ય ગ્રાહકો પાસેથી જ વસૂલ કરશે. સામાન્ય જનતા પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે આ નવો ચાર્જ તેમના પર વધુ બોજ નાખશે.

હરીશ રાવતે માગ કરી છે કે સામાન્ય પ્રજા અને નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે UPI વ્યવહારો પર લાદવામાં આવેલો આ ચાર્જ તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ.

આ સમાચાર શેર કરો