VIDEO : ડાંગ પંચાયતનું સુકાન સંભાળતા જ એક્શનમાં નવા પ્રમુખ, પાણીની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા કરી જાહેરાત
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં પ્
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં પ્રમુખ પદે રાજેશ ગામીત અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને ભવ્ય શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળ્યા બાદ નવા પ્રમુખ રાજેશ ગામીતે ડાંગના સર્વાંગી વિકાસની સાથે જિલ્લાની પાણીની ગંભીર સમસ્યાના ઉકેલ માટે પ્રાથમિકતાથી કામ કરવાની જાહેરાત કરી છે. જિલ્લાના વિકાસ માટે નવી ટીમ અત્યંત ઉત્સાહિત જોવા મળી રહી છે.


