મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કડી નગરપાલિકાના નવા હોદ્દેદારો જાહેર; રાજેન્દ્ર ગજ્જર પ્રમુખ, સ્મિતા પટેલ ઉપપ્રમુખ

મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જે

તસવીર: gstv

મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજેન્દ્ર ગજ્જર પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન હરેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કડી નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ૨૮ બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર થયેલા છે. પાલિકા પર ભાજપનો દબદબો યથાવત રહેતા અને તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થતાં પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે આગામી સમયમાં કડી શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો