મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં ચાલુ લાઈટો વચ્ચે નવા વીજ પોલ નાખતા વિવાદ

મહેસાણા મહાનગરપાલિકાની વિકાસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે

મહેસાણા મહાનગરપાલિકાની વિકાસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રામોસણા ચાર રસ્તાથી ફત્તેપુરા સર્કલ તરફ જતા હાઈવે પર હાલના વીજ પોલ કાર્યરત હોવા છતાં તેની બિલકુલ બાજુમાં જ નવા ઊંચા વીજ થાંભલા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જૂના થાંભલા નીચા હોવાનું બહાનું ધરી લાખો રૂપિયાના ખર્ચે આ નવીન પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય કેમ કરવામાં આવી રહ્યો છે અને જો જૂના થાંભલા પ્રકાશ આપી જ રહ્યા હતા, તો અગાઉ કેમ નીચા થાંભલા નાખવામાં આવ્યા હતા તેવા તીખા સવાલો મનપાની તિજોરી પર પડતા વધારાના આર્થિક ભારણને લઈને પૂછવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો