મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ મહેસાણામાં ઠંડા પીણાં અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા ખાસ ડ્રાઇવ

મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ફરી એકવાર ખાસ ડ્રાઈવ હાથ ધરી માનવ આશ્રમ ચોકડી વિ

મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ફરી એકવાર ખાસ ડ્રાઈવ હાથ ધરી માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં ફૂડ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો વધુ પ્રમાણમાં ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, ડીશ ગોળા અને શેરડીનો રસ આરોગતા હોવાથી વિભાગ દ્વારા ખાસ તપાસ હાથ ધરાઈ છે. ફૂડ વિભાગની ટીમે સ્પેશ્યલ ફૂડ ચેકિંગ વાન સાથે વિવિધ સ્ટોલ અને લારીઓ પર પહોંચી હાઈજેનિક સ્થિતિની ચકાસણી કરી હતી. ખાસ કરીને ડીશ ગોળામાં વપરાતા કલર અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે વિભાગ સતત ચેકિંગ કરી રહ્યું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે અનહાઈજેનિક અથવા અખાદ્ય પદાર્થો મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો