VIDEO: નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ ના વાઇસ ચેરપર્સન કુલજીત સિંહ ચહલે દિલ્હીમાં ભારે વરસાદ બાદ આફ્રિકા એવેન્યુ વિસ્તારની મુલાકાત લીધી

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ ના વાઇસ ચેરપર્સન કુલજીત સિંહ ચહલે દિલ્હીમાં ભારે વરસાદ બાદ આફ્રિકા એવેન્યુ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં સર્જાયેલા પાણી ભરાવાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ સાથે મળીને ડ્રેનેજ સિસ્ટમની સમીક્ષા કરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા હતા કે નાગરિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે. આ નિરીક્ષણ અભિયાનનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન રાજધાનીમાં ટ્રાફિક વ્યવ્ષા ખોરવાય નહીં અને જનજીવન સામાન્ય બની રહે તેની ખાતરી કરવાનો હતો, જેને લઈને સ્થાનિક પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક જોવા મળ્યું હતું.’




