મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી ભાદરવી મેળામાં લાખો ભક્તો વચ્ચે ‘નેટવર્ક’ નહીં બને સમસ્યા

અંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો

તસવીર: gstv

અંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મોબાઇલ નેટવર્ક માટે ખાસ આયોજન કરાયું છે. મંદિર, ગબ્બર, દર્શન માર્ગો, પાર્કિંગ, બસ સ્ટેન્ડ અને સેવાકેમ્પ વિસ્તારોમાં વધારાના BTS અને હંગામી મોબાઇલ ટાવર ઉભા કરાશે. BSNL, એરટેલ, વોડાફોન અને જીઓના અધિકારીઓ સાથે બેઠક કરી કોલ ડ્રોપ અને ઈન્ટરનેટની સમસ્યા ઘટાડવા ચર્ચા કરવામાં આવી છે. મેળા દરમિયાન વધારાનો ટેકનિકલ સ્ટાફ, કન્ટ્રોલ ટીમ અને જરૂરી સાધનસામગ્રી તૈનાત રહેશે. ઈમરજન્સી સંચાર વ્યવસ્થા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી લાખો માઈભક્તોને કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ સમાચાર શેર કરો