મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંગરોળમાં શીલા ગામનો નેત્રાવતી નદીનો કોઝવે તૂટ્યો, પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાયો

રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં શીલ ગામે નેત્રાવતી નદી પર બનાવાયેલો કોઝવે તૂટ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવે ગરકાવ થયો અને તૂટી ગયો. આ કોઝવે હજુ તો ગયા વર્ષે જે સાત લાખ રૂપિયાના ખર્ચે રિપેરિંગ કરાયો હતો, અને આ રીપેરિંગ કામ એક જ વર્ષમાં ધોવાઈ ગયું હતું.

કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

 કોઝવેના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ચેકડેમ ટાઈપ પુલ ગયા ચોમાસામાં તુટતા સામાકાંઠાના વસવાટ કરતા લોકોનો રસ્તાઓ બંધ થયા હતા, પરંતુ ફરી ધુળ માટીનો પાળો બનાવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા.

આ સમાચાર શેર કરો