VIDEO: નર્મદા: તિલકવાડાના નલિયા ગામ નજીક રેલવે બ્રીજની દિવાલ સાથે મોટરસાઈકલ અથડાતા બે યુવકોના કરુણ મોત
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નલિયા ગા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નલિયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં મોટરસાઈકલ રેલવે બ્રીજની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા બે સવારના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં વાહનનો આગળનો ભાગ છૂટો પડીને દૂર જઈને પડ્યો હતો….મૃતકો ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના રહેવાસી રામજી વસાવા અને ઈશ્વર વસાવા હોવાનું સામે આવ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




