મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા ડેમ 81.52 ટકા ભરાયો, નદી કાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા

સરદાર સરોવર નર્મડા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 4,93,363 ક્યુ

સરદાર સરોવર નર્મડા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી  4,93,363 ક્યુસેક પાણીની આવક થઈ છે. જે બાદ ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા અને 4,04,577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની જાવક 4,04,319 ક્યુસેક છે. ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટરે પહોંચી છે. 24 ક્લાકમાં તેમાં 15 સેમીનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે. નર્મદા ડેમમાં હાલ  પાણીનો જથ્થો 8077.90 MCM છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમ 81.52 ટકા ભરાયો છે. જેને લઈને હવે નદી કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો