મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદ અને ડેમ તૂટવાથી નાનીકિશોલ ગામ બેટમાં ફેરવાયું, રસ્તો ધોવાતા ગ્રામજનો ૨૦ કિમી લાંબો ફેરો ફરવા મજબૂર

વિરમગામ તાલુકાના નાનીકિશોલ ગામમ

તસવીર: gstv

વિરમગામ તાલુકાના નાનીકિશોલ ગામમાં મેઘરાજાની હેત વરસાવતી ધમાકેદાર બેટિંગથી ચારેય બાજુ જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મુસળધાર વરસાદના કારણે સમગ્ર ગામમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના લીધે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઉપરદળ જવાનો મુખ્ય રસ્તો ધોવાઈ ગયો, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ૨૦ કિલોમીટરનો લાંબો ફેરો ફરીને અવરજવર કરવી પડી રહી છે. આ ઉપરાંત ઉપરવાસમાં થુલેટાનો ડેમ તૂટી જવાની ઘટનાને કારણે સમગ્ર નળકાંઠા વિસ્તારમાં ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની સીઝનમાં આ જ પ્રકારે રસ્તો તૂટી જવાની વિકટ સમસ્યા સર્જાય છે. ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા માંગ કરી છે કે જ્યાં નાળું બનાવવામાં આવ્યું છે ત્યાં યોગ્ય 'ડીપ' (સ્ટ્રક્ચર) બનાવવામાં આવે, જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે અને લોકોને દર વર્ષની આ કાયમી હાલાકીમાંથી કાયમી છુટકારો મળે.

આ સમાચાર શેર કરો