મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નાગપુર: મનુસ્મૃતિ સળગાવવાનો કોંગ્રેસનો પ્રયાસ

મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રેશમબાગ વિસ્તારમાં આવેલા આરએસએસ સ્મૃતિ મંદિર બહાર યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરો

તસવીર: gstv

મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રેશમબાગ વિસ્તારમાં આવેલા આરએસએસ સ્મૃતિ મંદિર બહાર યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ મનુસ્મૃતિની નકલ સળગાવવાનો પ્રયાસ કરતાં વાતાવરણ ઉશ્કેરાયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ત્વરિત સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે સ્મૃતિ મંદિર પરિસરની સુરક્ષા વધારી દીધી છે અને વિરોધ કરનારા કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હોવાથી વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો