નાગપુર: રામટેકમાં કેનાલમાં ન્હાવા પડેલા શાળાના 5 વિદ્યાર્થીઓમાંથી 4 ડૂબ્યા

નાગપુરના રામટેકમાં કેનાલમાં ન્હાવા પડેલા શાળાના 4 વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબી ગયા હતા.ચારેય વિદ્યાર્થીઓ રામટેકથી લગભગ 10 કિલોમીટર દૂર તુમસર રોડ પર જુનિયર કોલેજની ઘોટી ચોકી બોરીમાં આવેલા ઈન્દિરા ગાંધી વિદ્યામંદિર હોસ્ટેલમાં રહેતા હતા.
વિદ્યાર્થીઓ શાળાની પાછળ વહેતી પેંચ કેનાલમાં ન્હાવા ગયા
દશેરા અને ધર્મચક્ર દિવસની સળંગ રજાઓના કારણે કેટલાક વિદ્યાર્થીઓ તેમના ગામ ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓ શાળાની પાછળ વહેતી પેંચ કેનાલમાં ન્હાવા ગયા હતા.
શરૂઆતમાં 5 વિદ્યાર્થીઓએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. પાણીના વહેણનો અંદાજો ન આવવાને કારણે પાંચેય વિદ્યાર્થીઓ તણાવવા લાગ્યા હતા, જોકે પાંચમાંથી જેમાંથી એકનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સહિત તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. તરવૈયાઓએ પણ 4 વિદ્યાર્થીઓની શોધખઓળ આદરી હતી.

