Video: મારી માંગવાની સ્ટાઇલ અલગ હતી પણ ઈરાદો ખોટો નહોતો, સાવલી ધારાસભ્યના નિવેદને જગાવી ચર્ચા
વડોદરાના સાવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકવાર પોતાના બ

વડોદરાના સાવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકવાર પોતાના બિન્દાસ અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં જ ઇનામદારે સિસ્ટમ અને સરકારને ટોણો મારતા જણાવ્યું કે, મારી પ્રજા માટે માંગવાની મારી સ્ટાઇલ અલગ હતી પણ ઈરાદો ખોટો નહોતો. હું લોકોના હિત માટે હું કોઈ જ બાંધછોડ ન કરી શકું. સમાધાન હું મારી જાત માટે કરી શકું મારી પ્રજા માટે નહી. મને એવું હતું કે મારા વિસ્તારને વહેલું આપી દઉં. આ નિવેદને જિલ્લા ભાજપમાં તરેહ તરેહની ચર્ચાઓ જગાવી છે.








