સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું
રાજ્યમાં અત્યારે મનપામાં સઘન દબાણ હટાવ ઝૂંબેશ ચાલી રહી છે. તંત્ર કોઈપણ રીતે કાચા કે પાકા દબાણ
રાજ્યમાં અત્યારે મનપામાં સઘન દબાણ હટાવ ઝૂંબેશ ચાલી રહી છે. તંત્ર કોઈપણ રીતે કાચા કે પાકા દબાણો હટાવીને રસ્તો સાફ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મનપાની ટીમે પાકા દબાણો હટાવીને જગ્યા ખુલ્લી કરાવી દીધી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં આવેલા ટાવરચોક વિસ્તારમાં છેલ્લા 60 વર્ષ કરતાં વધુ સમયથી દબાણોને તોડી પાડીને રોડ-રસ્તા પહોળા કરી નાખ્યા હતા. પોલીસે પીજીવીસીએલ અને મનપા સ્ટાફની હાજરીમાં પાકા દબાણો તોડી નાખ્યા હતા. જો કે, દબાણ કરનારાઓને 15 દિવસથી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરતા આખરે મનપાની ટીમનો હથોડો વીંઝાયો હતો અને મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.




