મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા મ્યુનિ કમિશ્નરના રોડ પર ચોંટ્યા બૂટ, અધિકારીઓનો જાહેરમાં લીધો ઉધડો

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરનને કડવો અનુભવ થયો છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુ રોડ પર ડામર ઓગળ

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરનને કડવો અનુભવ થયો છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુ રોડ પર ડામર ઓગળી જવાની ઘટના સામે આવી હતી.

પહેરેલા બુટ રોડના ડામરમાં ચોંટ્યા

તો બીજી તરફ  વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યાં તેમણે પહેરેલા બુટ રોડના ડામરમાં ચોંટ્યા હતા. રોડની આ સ્થિતિ જોતા જ તેમનો રોષ ઉભર્યો હતો,  આ ઘટના બાદ વહીવટીતંત્ર દોડતું થયું હતું.  તો બીજી તરફ  બનાવ બાદ અરૂણ બાબુએ અધિકારીઓને જાહેરમાં ઉધડો લીધો.

કાર્યપાલક ઈજનેર પ્રશાંત જોષીને ખખડાવ્યા

મ્યુનિસિપલ કમિશ્નરે ઉત્તર ઝોનના કાર્યપાલક ઈજનેર પ્રશાંત જોષીને ખખડાવ્યા હતા.કમિશ્નરે કહ્યું રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, તમને ખબર છે. મ્યુનિસિપલ કમિશ્નરે ઉધડો લેતા સિટી એન્જિનિયરે જાતે માટીના મુઠ્ઠા ભરી રોડ પર નાખ્યા હતા.આ સાથે જ ઈજારદાર ડી બી પટેલને નોટિસ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો