VIDEO: ગેનીબેન ઠાકોર માથા પર પિત્તળનો ઘડો લઈ થરાદ પહોંચ્યા, મામેરામાં માંગ્યા મત હતા
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. ત્યારે રવિવારે

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. ત્યારે રવિવારે બહેન તરીકેનું વચન પાળી ગેનીબેન ઠાકોર માથા પિત્તળનો ઘડો ઉપાડી થરાદ પહોંચ્યા હતા. ભાઈઓને મામેરાની માતાર ખવરાવવા પહોંચ્યાં હતા. તમને જણાવી દઈએ કે, ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોરે મામેરામાં મત માંગ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને 6,71,883 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. પરિણામે 'બનાસની બેન'નો 30 હજારથી વધુ મતનો વિજય થયો હતો. આ સાથે ગુજરાતમાં ભાજપની હેટ્રિકને રોકી હતી.




