VIDEO: ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર
શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ વિરુદ્ધ અવિશ્વાસન

શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સભ્યોની જાણ બહાર પોતાની મરજી મુજબ વિકાસના કામો કરાતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સભ્યોએ દરખાસ્ત રજૂ કરી હતી. મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં સરપંચ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા. સરપંચ વિરુદ્ધની દરખાસ્તના સમર્થનમાં 9 સભ્યોએ મતદાન કરતા દરખાસ્ત પસાર થઈ હતી, જ્યારે ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ એકપણ સભ્યએ મત ન આપતા તેમની સામેની દરખાસ્ત નામંજૂર થઈ હતી. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત વચ્ચે બેઠક યોજાઈ હતી અને હવે ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવશે.




