મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થતાં પ્રકૃતિ ખીલી ઉઠી, મધર ઈન્ડિયા ડેમ થયો ઓવરફ્લો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની થઈ છે. છેલ્લા થોડા દિવસોથી થઈ રહેલા ભા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની થઈ છે. છેલ્લા થોડા દિવસોથી થઈ રહેલા ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડુંગરાઓ પર હરિયાળી છવાઈ ગઈ છે. તો વનરાજી સોળે કળાએ કિલ્લોલ કરી રહી છે. વરસાદી માહોલમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. ત્યારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે. અંબિકા નદી બે કાંઠે વહેતી થતા મધર ઈન્ડિયા ડેમ છલકાયો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 

આ સમાચાર શેર કરો