VIDEO: Suratના ભીમરાડમાં 13મા માળેથી પટકાતાં માતા-પુત્રનું મોત, પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે હોબાળો
સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ સોસાયટીમા
સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં 30 વર્ષીય મહિલા પુત્ર સાથે 13માં માળેથી નીચે પટકાતા બંને મોતને ભેટ્યા છે. આ ઘટના મોડી સાંજે બની, જ્યારે મૃતક પૂજાબેન પોતાના પુત્ર ક્રિશિવને લઈને બિલ્ડિંગના ‘સી’ વિંગના 13મા માળે ડ્રેસ સિવડાવવા ગયા હતા. ઘટના બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ મંડપ નજીક બની, જેના કારણે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ.
મૃતક પૂજાબેન મહેસાણાના વતની હતા અને ભીમરાડની માર્તન્ડ હિલ્સના ‘એ’ વિંગના છઠ્ઠા માળે રહેતા હતા. પૂજાબેનના પતિ વિલેષકુમાર પટેલ લૂમ્સનું કારખાનું ચલાવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, પૂજાબેન અને ક્રિશિવ 13મા માળેથી નીચે પટકાયા, જેમાં બંનેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. સસરા પક્ષનો દાવો છે કે ક્રિશિવ નીચે પટકાતાં પૂજાબેને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેઓ પણ નીચે પટકાયા. જોકે, આ ઘટના આપઘાત છે કે અકસ્માત તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે હોબાળો
ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. પોલીસે મૃતકનો મોબાઈલ ફોન અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. મહિલાના પિયર પક્ષનાએ પોલીસને યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી છે. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર પૂજાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે હોબાળો થયો હતો. પોલીસ હાલ પરિવારજનોના નિવેદનો લઈને ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.







