VIDEO: અમદાવાદ / LUBIમાં પગાર વધારાના મુદ્દે 500થી વધુ કામદારોનો ઉગ્ર હોબાળો
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી ખાનગી કંપની (LUBI) માં પગાર વધારાના મુદ્દે 500 થી વધુ ક
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી ખાનગી કંપની (LUBI) માં પગાર વધારાના મુદ્દે 500 થી વધુ કામદારોએ ઉગ્ર હોબાળો મચાવ્યો છે. સરકારના ધારા-ધોરણ મુજબ લઘુત્તમ પગાર 18 હજાર સુધી કરવાની માંગ સાથે શ્રમિકો સવારથી જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ વારંવારની રજૂઆતો છતાં કંપની તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે વિરોધ કરી રહેલા શ્રમિકોને કંપનીના તમામ દરવાજા બંધ કરીને અંદર જ ગોંધી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. હાલમાં કંપની પરિસરમાં તણાવપૂર્ણ સ્થિતિ છે અને પોતાની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી કામદારોએ હોબાળો યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

