VIDEO: અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલનો વહીવટ કામચલાઉ ધોરણે ફરી સંચાલકોને સોંપાતા વાલીઓમાં ભારે અસમંજસ
અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલનો
અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલનો વહીવટ કામચલાઉ ધોરણે ફરી સંચાલકોને સોંપાતા વાલીઓમાં ભારે અસમંજસ અને ચિંતા જોવા મળી રહી છે. વિદ્યાર્થીના મોત બાદ શાળાનો વહીવટ ડીઈઓ હસ્તક લેવાયો હતો, પરંતુ નવું સત્ર શરૂ થતા પહેલા તે પરત સોંપાયો છે. હવે શાળાનું રજિસ્ટ્રેશન રદ થવાની ભીતિ વચ્ચે નવા એડમિશન લેનારા વાલીઓને મોટી ફી ગુમાવવાનું જોખમ વર્તાઈ રહ્યું છે, જેને પગલે વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિએ સત્તાધીશો પાસે જવાબ માંગ્યા છે. વાલીઓ એવી ખાતરી માંગી રહ્યા છે કે રજિસ્ટ્રેશન રદ નહીં થાય તો જ તેઓ પ્રવેશ લેશે. બીજી તરફ શાળાના પ્રતિનિધિ પરલી ચૌહાણે જણાવ્યું કે વાલી મંડળ શાળાની છબી ખરડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જે વાલીઓ એલ.સી. લઈ ગયા છે તેમણે ઘર બદલ્યું હોવાથી ગયા છે. જોકે, શાળા પાસે જરૂરી દસ્તાવેજો છે કે કેમ તે અંગે સંચાલકો સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી, જેના કારણે વિવાદ વકર્યો છે.

