મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેનાલમાં પાણી છોડાતા 500 એકરથી વધુ જમીન પાણીમાં ગરકાવ

રાધનપુરના મોટી પીપળી ગામમાં કેનાલનાના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે ન

તસવીર: gstv

રાધનપુરના મોટી પીપળી ગામમાં કેનાલનાના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે..ભારે વરસાદ બાદ કેનાલમાં વરસાદી પાણી છોડી દેવાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. જેના કારણે હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થતા સંપૂર્ણ પાકનો સોથ વળી ગયો છે. અણઘડ અને અંધેર વહીવટ સામે ખેડૂતોમાં ભારોભાર નારાજગી છે. કેમકે અડદ,જુવાર,બાજરી સહિતના પાકનો નાશ થયો છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે પાક  નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની માગ કરી છે. સાથે જ  મોટી પીપળી માઇનોર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ અને નિયમિત સાફ-સફાઈની પણ ખેડૂતોએ માગ કરી છે.

આ સમાચાર શેર કરો