VIDEO: સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં માયાભાઈએ કરાવી મોજ
સોમનાથમાં ચાલતા કાર્તિકી પૂનમના મેળાના અંતિમ દિવસે માનવમહેરામણ ઉમટ્યો હતો. આ મેળામાં વિવ
સોમનાથમાં ચાલતા કાર્તિકી પૂનમના મેળાના અંતિમ દિવસે માનવમહેરામણ ઉમટ્યો હતો. આ મેળામાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઇ આહીરે આવીને ડાયરામાં લોકોને મોજ કરાવી હતી. મેળામાં ઉમટેલા લોકોએ મોડી રાત સુધી લોકડાયરાની મોજ માણી હતી. લોકોની ભારે ભીડને પગલે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, રાજકીય, સામાજીક લોકોની હાજરી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ VIDEO: સોમનાથમાં અદ્ભૂત અમૃતવર્ષા યોગ, ચંદ્ર-ધ્વજદંડ, ત્રિશુલ અને જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં ગોઠવાયા
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળામાં ત્રણ દિવસમાં 3 લાખથી વધુ સેહલાણીઓએ મુલાકાત લીધી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા હતા. લોકડાયરામાં સૌરાષ્ટ્રના નામી કલાકારો દ્વારા સ્ટેજ ગજવવામાં આવ્યા હતા. છેલ્લા દિવસે માયાભાઈ આહિરે પણ પોતાની આગવી શૈલીમાં મોજ કરાવી હતી.
મેળાની સાથે સાથે અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી. કાર્તિકી પૂર્ણિમાના આ અદભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના 11:00 વાગે મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રીએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.






