VIDEO: ચોમાસુ સત્ર: એફઆરસીએ, સીમાંકન બિલ પર સરકાર સમક્ષ મૂંઝવણ, વિપક્ષનો ઉગ્ર વિરોધ
સંસદના ચોમાસુ સત્રના અંતિમ અઠવાડિયામાં FCRA સુધાર

સંસદના ચોમાસુ સત્રના અંતિમ અઠવાડિયામાં FCRA સુધારા બિલ અને સીમાંકન બિલને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. વિપક્ષે FCRA બિલનો સખત વિરોધ કરી તેને પાછું ખેંચવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે આ બિલને જેપીસીમાં મોકલવાના પ્રસ્તાવ સામે પણ વાંધો ઉઠાવ્યો છે….બીજી તરફ, બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતીના અભાવે સરકાર માટે સીમાંકન બિલ પસાર કરવું મુશ્કેલ બન્યું છે. ડીએમકે નેતા ત્રિચી શિવાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી દક્ષિણના રાજ્યોના હિતોને નુકસાન પહોંચાડતા કોઈપણ ફેરફારને સમર્થન નહીં આપે.




