VIDEO: પુરી રથયાત્રા પહેલાં મોક ડ્રિલ
વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા પૂર્વે ઓડિશાના પુરીમાં વહીવટીતંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે એક

વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા પૂર્વે ઓડિશાના પુરીમાં વહીવટીતંત્ર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે એક વિશાળ મોક ડ્રિલ યોજવામાં આવી હતી. આ વર્ષે ૧૬ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે. આ ભીડને નિયંત્રિત કરવા, આતંકવાદી હુમલા સામે સુરક્ષા અને મેડિકલ ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવાની ક્ષમતા ચકાસવામાં આવી હતી. સ્કાઉટ્સ અને ગાઇડ્સના સભ્ય રાજ પટ્ટનાયકે જણાવ્યું હતું કે, રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તેઓ પોલીસ અને પ્રશાસન સાથે ખભેખભા મિલાવીને તૈનાત રહેવા માટે સંપૂર્ણ સજ્જ છે.




