VIDEO: મોરબીમાં લુખ્ખા તત્વોનો આતંક, મોબાઈલની દુકાનમાં વેપારીને માર મારી મચાવ્યો તરખાટ
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વર્ણવતો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જૂના બસ સ્ટેન્ડ પાસે મોબાઇલની દુકાનમાં અસામાજીક ત્તત્વ
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વર્ણવતો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જૂના બસ સ્ટેન્ડ પાસે મોબાઇલની દુકાનમાં અસામાજીક ત્તત્વોએ આતંક મચાવ્યો હતો. આશાપુરા મોબાઈલ નામની દુકાનમાં વેપારી સાથે મારામારીની ઘટના બની હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી..આ પ્રકારની ઘટનાથી પોલીસની કામગીરી અને અસ્તિત્વ સામે સવાલ ઉઠ્યા છે.




