મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધારાસભ્યોએ જ કાયદાના ઉડાડ્યા લીરેલીરા; વિધાનસભામાં VIP લાઈટ લગાવેલી કારમાં આવ્યા, પોલીસ કાર્યવાહી કરશે?

MLAs broke the law; came to the assembly in a car with vip lights | ગાંધીનગરમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યની સૌથી મોટી પંચાયત વિધાનસભા ગૃહમા

ગાંધીનગરમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યની સૌથી મોટી પંચાયત વિધાનસભા ગૃહમાં બેસી કાયદો ઘડનારા ધારાસભ્યો જ કાયદાનો ભંગ કરી રહ્યા છે. વિધાનસભાના અનેક ધારાસભ્યો VIP લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા, ગીર સોમનાથના વિમલ ચુડાસમા, ચોર્યાશીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, કપરાડાના જીતુ ચૌધરી અને સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાની ગાડી પર લાલ અને વાદળી લાઇટ જોવા મળી રહી છે.

પોલીસ કાર્યવાહી કરશે?

અમુક ધારાસભ્યોની ગાડીમાં લાઈટો લગાવેલી જોવા મળી, પરંતુ વિધાનસભામાં આવતા લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ VIP કલ્ચર દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે કાયદો ફક્ત સામાન્ય નાગરિક માટે જ છે? સામાન્ય જનતા પર RTO અને પોલીસ કાર્યવાહી કરે છે પણ આ ધારાસભ્યો પર કાર્યવાહી ક્યારે થશે? 

આ સમાચાર શેર કરો