VIDEO : MLA અલ્પેશ ઠાકોરે રાધનપુરને જિલ્લો બનાવવા કરી માંગ, જુઓ શું કહ્યું
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો કે રાજ્યમાં રાધનપુર, થરાદ, વિરમગામ અને વડનગરન
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો કે રાજ્યમાં રાધનપુર, થરાદ, વિરમગામ અને વડનગરને સરકાર નવા જિલ્લા બનાવશે, જો કે આ વાયરલ મેસેજનો કોઈ આધાર ન હતો. પણ હવે ભાજપ MLA અલ્પેશ ઠાકોરે રાધનપુરને જિલ્લો બનાવવાની સરકાર સમક્ષ માંગ કરી છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગડસાઈ પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકો વયનિવૃત્ત થતા તેમના વિદાય સમરોહમાં અલ્પેશ ઠાકોર હાજર રહ્યાં હતા. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ગાંધીનગર-દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુર જિલ્લો બને તેવી માંગ કરી છે. અલ્પેશ ઠાકોરની જાહેરાતથી રાધનપુર વિસ્તારના લોકોમાં આનંદ છવાયો છે.




