VIDEO: જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને જનતામાં મિશ્ર પ્રતિસાદ, જાણો શું કહ્યું
જામનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને લઈને જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા
જામનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને લઈને જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વધતા ભાવો અંગે પ્રતિક્રિયા આપતા કેટલાક લોકોએ આ વધારાને વૈશ્વિક આર્થિક અસ્થિરતાનું પરિણામ માનીને વ્યાજબી ઠેરવ્યો છે, જ્યારે બીજી તરફ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
લોકોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં ઈંધણના ભાવ વધારાથી સીધો પ્રજાના ખિસ્સા પર માર પડ્યો છે. ખાસ કરીને રોજિંદા પરિવહન માટે પેટ્રોલનો ઉપયોગ કરતા વર્ગમાં આ નિર્ણયને લઈને આક્રોશ અને ચિંતાનો માહોલ છે.



