મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ, અગ્નિકાંડની ઘટના પર પડદો પાડવાનું કારસ્તાન!

રાજકોટ TRP અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા બાદ પોલીસ આ ઘટનામાં પરદો પાડવા લાગી ગઇ છે. ર

રાજકોટ TRP અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા બાદ પોલીસ આ ઘટનામાં પરદો પાડવા લાગી ગઇ છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મીડિયાને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે. પોલીસ કમિશનરના વિચિત્ર નિર્ણયને લઇને રોષ જોવા મળી રહ્યો છે. શું પોલીસ અગ્નિકાંડના ગોડફાધરને છાવરવા માટે આ પ્રકારના નિયમો બનાવી રહ્યું છે? અગાઉ પણ તોડકાંડ સહિતના મુદ્દે રાજકોટ પોલીસ બદનામ થઇ ચુકી છે.

પોલીસ કમિશનર કચેરીમાં પત્રકારો માટે પ્રતિબંધ

રાજકોટ પોલીસ કમિશનરમાં મીડિયાના પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પત્રકારોને કમિશનર કચેરીમાં પ્રવેશતા રોકવા માટે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસને તૈનાત કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડમાં સવાલ પૂછતા પત્રકારો જાણે કોઇ આતંકી હોય તેવું વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો પોલીસે રાજકોટ અગ્નિકાંડ પહેલા જ તમામ નિયમો તપાસીને ગેમઝોનને ખુલ્લી છુટ ના આપી હોત તો આટલી મોટી દૂર્ઘટના થતા અટકાવી શકાઇ હોત. રાજકોટ પોલીસ અગ્નિકાંડ ઘટનામાં કોને બચાવી રહી છે તેવા સવાલ ઉભા થયા છે. 

રાજકોટ અગ્નિકાંડ માટે જવાબદાર કોણ?

રાજકોટમાં સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો.અગ્નિકાંડના સાપરાધ મનુષ્યવધના ગુનાના આરોપી સસ્પેન્ડેડ ટી.પી.ઓ. મનસુખ ધનાભાઈ સાગઠીયા સામે ગત 10 વર્ષમાં 10.55 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારથી મેળવ્યાનો ગુનો નોંધાયા બાદ તેણે ભાઈના નામે ટ્વીનટાવરમાં ખરીદેલી ઓફિસમાં સર્ચ તપાસ કરતા રૂપિયા 3 કરોડ રોકડ  અને સોનાચાંદીના દાગીના સહિત 18 કરોડ મળી આવ્યા છે. આ રૂ. 28 કરોડનો ભ્રષ્ટાચાર સત્તાવાર ખુલ્લો પડયો છે. 

આ જ સાગઠીયાને ભ્રષ્ટાચાર માટે સૌથી મલાઈદર એવું ટી.પી.ઓ.નું પદ ઉતાવળે પ્રક્રિયા કરીને મહાપાલિકાના પદાધિકારીઓએ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય તેના બે મહિના પહેલા કમિશનર સાથે સંકલન સાધીને આપ્યાનું બહાર આવ્યું છે. તેમજ ટી.પી.ઓ.ના આંખો પહોળી થઈ જાય એવડા મોટા ભ્રષ્ટાચાર નેતાઓની મીઠી નજર વગર શક્ય નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો