મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વરમાં લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ શરૂ કરી તપાસ

અંકલેશ્વરમાં 22 વર્ષીય દીપ મગનભાઈ પટેલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપ

અંકલેશ્વરમાં 22 વર્ષીય દીપ મગનભાઈ પટેલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. 27 એપ્રિલે માતા સાથે નજીવી બાબતે ઝઘડો થયા બાદ દીપ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો. તેણે પરિવારને મેસેજ કર્યો હતો કે તેનું બાઈક અને મોબાઈલ તપોવન આશ્રમ પાસે છે. શોધખોળ દરમિયાન આજે જૂના બોરભાઠા બેટના સ્મશાન નજીકથી તેનો મૃતદેહ મળ્યો હતો. અંકલેશ્વર સી.ટી. એ-ડિવિઝન પોલીસે કપડાંના આધારે ઓળખ વિધિ કરાવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો