મંત્રી સમય મળે તો વાંચજો અને ડીઝલના ભાવ ઘટાડવાનું કહેજો, કોંગ્રેસનો કૃષિમંત્રી પર પ્રહાર

ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર પર ડીઝલોના વધતા ભાવને લઈને આકરા પ્રહાર કર્યા છે, કોં

ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર પર ડીઝલોના વધતા ભાવને લઈને આકરા પ્રહાર કર્યા છે, કોંગ્રેસ કહ્યું કે,  ભાજપની કેન્દ્ર સરકાર ડીઝલ પર ટેક્સ વધારી રહી છે. સરકાર એક બાજુ ટ્રેક્ટર પર સબસિડીની વાતો કરે છે પણ ડીઝલનો ભાવ ઘટતો નથી. તેમણે રાજ્યના કૃષિમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે,  ગુજરાતના કૃષિમંત્રી ખેડૂતપુત્ર હોવાની વાતો કરે છે પણ જો મંત્રી ખરેખર ખેડૂતોનું હિત ઈચ્છતા હોય તો ડીઝલ પરનો ટેક્સ ઘટાડવા માટે કેન્દ્રમાં રજૂઆત કેમ નથી કરતા? કોંગ્રેસે વધુમાં કહ્યું કે, મંત્રી જો સમય મળે તો વાંચજો અને ડીઝલના ભાવ ઘટાડવાનું કહેજો. 

આ સમાચાર શેર કરો

જાહેરાત