VIDEO: સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, જપ્ત કરાયેલો મુદ્દામાલ તંત્રના કબજામાંથી ઉઠાવી ગયા
સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ માફિયાઓએ તમ
સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ માફિયાઓએ તમામ હદ વટાવતા સિઝ કરેલી વાહનોને તંત્રના કબજામાંથી ખુલ્લેઆમ છોડાવી ગયા. થાન ભાડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડા પાડી 5 ટ્રેકટર સહિતનો મુદામાલ જપ્ત કરી સિઝ કરવામાં આવ્યો હતો.
ખનીજ ચોરીમાં ઝડપાયેલા કાર્બોસેલ વાહન પણ ખનિજ વિભાગે સિઝ કર્યુ હતુ. જેને ખનિજ માફિયાઓ તંત્રના કબજામાંથી છોડાવી જતા સવાલો ઉઠ્યા છે. ખનીજ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેઓમાં હવે તંત્રનો પણ ભય નથી રહ્યો. ખાણ ખનિજ વિભાગે ખનિજ માફિયાઓ સામે થાન પોલીસ મથકમાં ગુનો નોંધાવતા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી.




