Surendranagar: પ્રેમ સંબંધમાં કરી આધેડની હત્યા, સ્થાનિકોમાં રોષ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 2 હત્યારાઓએ આધેડ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 2 હત્યારાઓએ આધેડની પર હુમલો કરી તેની હત્યા કરી હતી અને હુમલામાં બે મહિલા અને એક પુરુષને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતા મોડી રાત્રે ડીવાયએસપી એસઓજી પોલીસ સહિતની ટીમો દોડી ગઈ હતી. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પ્રેમ સંબંધમાં આધેડની હત્યાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, અહીં સરેઆમ યુવતીઓની છેડતી કરવામાં આવી રહી છે અને આરોપીઓને તો ખાખીનો ખોફ જ નથી. ત્યારે આ હત્યાના આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની માગ પણ ઉઠી છે.
જાહેરાત






