મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધી મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણી, 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ

રાજ્યમાં આજે ધી મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણી યોજાઈ રહી છે. વહેલી સવારથી સભાસદ એવા મતદા

રાજ્યમાં આજે ધી મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણી યોજાઈ રહી છે. વહેલી સવારથી સભાસદ એવા મતદારોમાં મતદાનનો જુસ્સો જોવા મળ્યો.ત્રણ પેનલના કુલ 24 સહિત 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. કુલ 1 લાખ 6 હજાર 162 સભાસદો 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીએ પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. 

 ધી મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણી 

મળતા અહેવાલ પ્રમાણે  57 મતદાન કેન્દ્રો ઉપર વહેલી સવારથી મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો.સ્થાનિક મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે મતદાન કર્યું. અર્બન બેન્કની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ છે.સત્તાધારી જૂથ અને વિરોધી જૂથ વચ્ચે ચૂંટણી દરમિયાન અનેક આક્ષેપો પણ થયા છે.

સિંહોના મોતને લઈ વન વિભાગ સક્રિય

અમરેલી જિલ્લામાં સિંહોના મૃત્યુની ઘટનાઓ વધતાં ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વન વિભાગ દ્વારા અગાઉના સિંહોના મૃત્યુ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

આ સમાચાર શેર કરો