મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ મહેસાણા: કૈયલના વેરાઈ માતાજીના મંદિરમાં લાગી ભીષણ આગ

મહેસાણાના કૈયલના વેરાઈ માતાજીના મંદિરમાં ભીષણ આગ ફાટી નીકળી છે. બીજી તરફ આ બનાવની જા

મહેસાણાના કૈયલના વેરાઈ માતાજીના મંદિરમાં ભીષણ આગ ફાટી નીકળી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામના વેરાઈ માતાજીના મંદિરમાં શનિવારે આગ લાગી હતી. જોકે, બાદમાં આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા-તફરીનો માહોલ મચી ગયો હતો.  

ધૂમાડાના ગોટેગાટ છેક દૂર સુધી જોવા મળ્યા

આ બનાવના પગલે કડી અને મહેસાણાની ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી રહી છે.  આગ એટલી વિકરાળ હતી કે, ધૂમાડાના ગોટેગાટ છેક દૂર સુધી જોવા મળ્યા હતા. 

આ સમાચાર શેર કરો