મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માતરમાં મેઘતાંડવ, 1200 વીઘા ખેતરો પાણીમાં ગરકાવ

ખેડા જિલ્લાના માતર તાલુકામાં ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે 17 થી 18 ઈં

તસવીર: gstv

ખેડા જિલ્લાના માતર તાલુકામાં ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે 17 થી 18 ઈંચ જેટલા વરસાદથી 1200થી વધુ વીઘા ખેતી વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને ભારે નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે છતાં પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ મળતો નથી. તંત્રની નિષ્ક્રિયતાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો