VIDEO: જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર
રાજકોટના જેતપુર પંથકમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મેઘરાજ

રાજકોટના જેતપુર પંથકમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે.. જેતપુરના નવાગઢ, તીનબત્તી ચોક, ધોરાજી રોડ, ફૂલવાડી, મોટા ચોક, સ્ટેન્ડ ચોક અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ શરૂ થતાની સાથે જ વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરતા નગરજનોએ ગરમીથી રાહત અનુભવી હતી.લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર થતાં જેતપુર પંથકનાં ખેડૂતોમાં પાકને નવુંજીવન મળશે તેવી આશા જાગી છે અને જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે.




