VIDEO: જેતપુરમાં પાણીના ટેન્કર નીચે કચડાતા યુવકનું મોત
રાજકોટ જિલ્લાના જેતપુરની નવાગઢ ચોકડી પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહ

રાજકોટ જિલ્લાના જેતપુરની નવાગઢ ચોકડી પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં પાણીના ટેન્કરની ચપેટમાં આવી જવાથી એક્ટિવા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ટેન્કરના જોખમી વ્હીલ યુવકના શરીર પરથી ફરી વળતા તેનું સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ ભયાનક અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. મૃતક યુવકની ઓળખ હિરેન ભાયાણી તરીકે થઈ છે, જેના અચાનક અવસાનથી શોકમગ્ન પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. અકસ્માતના પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.




