VIDEO: રાજકોટ જેતપુરમાં ૧.૫૫ કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ ઝડપાયું એક જ નંબરની અનેક બસો પકડાઈ
સોર્સ : gstv
રાજકોટના જેતપુરમાં ઉદ્યોગનગર પોલીસે ખાનગી લક્ઝરી બસોના એક મોટા ટેક્સ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે. આ આયોજનબદ્ધ રેકેટમાં સરકારને આરટીઓ ટેક્સ અને વીમો ન ભરીને લાખોનો આર્થિક ચૂનો ચોપડવાનું કામ કરવામાં આવતું હતું. એક જ સરખા રજીસ્ટ્રેશન નંબરની નંબર પ્લેટ લગાવીને હાઈવે પર એકસાથે અનેક બસો દોડાવવાનું કામ આ કૌભાંડમાં કરવામાં આવતું હતું. જેતપુર પોલીસે આ મામલે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે ૧ કરોડ ૫૫ લાખ રૂપિયાથી વધુની કિંમતની ૧૦ લક્ઝરી બસો અને ૧ ઓમ્ની કાર એમ કુલ ૧૧ વાહનો જપ્ત કર્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હવે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

