VIDEO: જેતપુરમાં સતત વરસાદથી મામલતદાર કચેરીની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી: મોટી જાનહાનિ ટળી
સોર્સ : gstv
રાજકોટના જેતપુરમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની સુરક્ષા દીવાલનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો છે. સરકારી કચેરીના પરિસરમાં દીવાલ તૂટી પડતા જ કચેરી સ્ટાફ અને મુલાકાતીઓમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.જો કે, અતિ વ્યસ્ત ગણાતી આ મામલતદાર કચેરીમાં ઘટના સમયે આસપાસ કોઈ નાગરિક કે વાહન હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ કે ઈજા ટળી હતી. ઘટનાની જાણ થતાં જ વહીવટી સ્ટાફ દોડી આવ્યો હતો. ભારે વરસાદના લીધે બિસ્માર બનેલી બાકીની દીવાલના ભાગને લઈને પણ સુરક્ષાના પગલાં ભરવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

