VIDEO: રથયાત્રા માટે મેગા સુરક્ષા બંદોબસ્ત, પોલીસે કર્યું રિહર્સલ
સુરત શહેરમાં યોજાનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજી તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં

સુરત શહેરમાં યોજાનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજી તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શહેરમાં કુલ 8 રથયાત્રાઓ યોજાશે, જેમાં સૌથી મોટી રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી નીકળશે. સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા, બોડી-વોર્ન કેમેરા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે સતત નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં 3 એડિશનલ પોલીસ કમિશનર, 15 ડીસીપી, 25 એસીપી, 125 પીઆઈ, 250 પીએસઆઈ સહિત 3 હજાર પોલીસ કર્મચારીઓ અને 2 હજાર હોમગાર્ડ સહિત કુલ 5,500થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે. શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.




