VIDEO: જામનગરમાં દવાના વેપારીઓ બંધના એલાનમાં જોડાયા, કલેક્ટરને આવેદન પાઠવી કરી આ માગ
ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં યોજાયેલી દેશભરમા મેડિકલ સ્ટોરની એક દિવસની પ્રતિ
ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં યોજાયેલી દેશભરમા મેડિકલ સ્ટોરની એક દિવસની પ્રતિક હડતાળમાં જામનગરના આશરે ૮૦૦ જેટલા હોલસેલ અને રિટેલ વેપારીઓ જોડાયા હતા. એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઓનલાઈન માધ્યમો દ્વારા થતા નકલી, ડુપ્લીકેટ અને નાર્કોટિક્સ જેવી નશીલી દવાઓના ગેરકાયદે વેચાણ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. તેમજ વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૦માં ઓનલાઈન ફાર્મસીને રાહત આપતા સરકારી નોટિફિકેશન સત્વરે પરત ખેંચવા અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ અટકાવવા ભારપૂર્વક રજૂઆત કરી છે.



