મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીમાં મેડિકલ એસોસિએશનની હડતાળને મળ્યું સમર્થન, 400 મેડિકલ સ્ટોરના સંચાલકો બંધમાં જોડાયા

અરવલ્લી જિલ્લામાં પણ મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી હડતાળને વ્યાપક સમર્થન મળ્યું છે. જિલ્લાના અં

અરવલ્લી જિલ્લામાં પણ મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી હડતાળને વ્યાપક સમર્થન મળ્યું છે. જિલ્લાના અંદાજે 400 જેટલા મેડિકલ સ્ટોર સંચાલકો બંધમાં જોડાયા હતા. ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા કેમિસ્ટોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી આંદોલન અંતર્ગત ગુજરાતના 35 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રાખવામાં આવ્યા છે. જોકે ઈમરજન્સી સ્થિતિમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજ્યભરમાં 832 મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો